

Gujarat: બોર્ડની પરીક્ષા બાદ યોજાતી પૂરક પરીક્ષાના ફોર્મ આજથી ભરી શકાશે
ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે 12થી 19 મે સુધી ફોર્મ ભરવાના રહેશે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. આ પૂરક પરીક્ષાનાં આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી શાળા મારફતે…

Suratના પલસાણામાં થયેલી મારામારીની ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત
સુરતના પલસાણા તાલુકાના ગંગાધરા ગામમાં ટ્રેક્ટર ચલાવવાના વિવાદમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગત 7 તારીખે બનેલી ઘટનામાં રાહુલ નામના વ્યક્તિને બેફામ ટ્રેક્ટર ચલાવવા બદલ હસમુખ દોઢિયાએ ઠપકો આપ્યો હતો. રાહુલે આ વાત પોતાના ઘરે જઈને જણાવતા 15થી 20 ભરવાડ સમાજના લોકોનું ટોળું હસમુખ દોઢિયાના ઘરે પહોંચ્યું હતું. ટોળાએ હસમુખ સહિત ચાર લોકો…

Operation Sindoor દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારા 14 લોકો સામે FIR દાખલ
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનારા 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી….